Satya Tv News

અંકલેશ્વર પાનોલીની બંધ કંપનીમાં આગનુ છમકલુ,
ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાં લાગી આગ
ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવાયો
આ કંપનીમાં ગત ઓગસ્ટ માસમાં ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ

અંકલેશ્વર પાનોલી GIDCની બંધ કંપનીમાં ગતરોજ સમી સાંજે અગમ્ય કારણોસર આગ લાગી હતી.ઉલ્લેખનીય છે કે આ એજ કંપની હતી જ્યાંથી કરોડો રૂપિયાનુ ડ્રગ્સ મુંબઈ એન્ટી નારકોટીક્સ સેલે ઝડપ્યુ હતુ અને બાદમાં સીલ કરી હતી.

YouTube player

મુંબઈ એન્ટી નારકોટીક્સ સેલ અને ભરૂચ જિલ્લા દ્વારા ગત ઓગસ્ટ માસમાં 2428 કિલો રૂ.4856 કરોડનું ડ્રગ અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી અને મુંબઈથી ઝડપી પાડ્યું હતું. જીવન રક્ષક દવા બનાવવાની આડમાં એમ.ડી. ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે કંપની હાલ પોલીસ દ્વારા સીઝ કરાઈ હતી. અને કંપની હાલ બંધ છે.

જે દરમિયાન ગતરોજ કંપનીમાં અચાનક આગ લાગી હતી. જે અંગે પાનોલી ફાયર ટીમને જાણ કરવામાં આવતા પાનોલી ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને કંપનીમાં લાગેલી આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો હતો. આગના પગલે હાલ અનેક સવાલો ઉભા થયા હતા પુરાવાનો નાશની શંકા સામે આવી હતી. ત્યારે બંધ પડેલી અને ફ્રીઝ કરાયેલી કંપનીમાં આગ લાગતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.

નોંધનીય છે કે મુંબઈ એન્ટી નારકોટીક્સ સેલ અને ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસે કંપનીમાંથી ગત ઓગસ્ટ મહિનામાં કરોડોનો એમ.ડી ડ્રગ્સનો જથ્થો આ કંપનીમાંથી ઝડપી પાડયો હતો.એમ.ડી ડ્રગ્સ કેસમાં કંપનીને સીલ મારવામાં આવી હતી. તેમ છતાં આગ કયા કારણોસર લાગી તેની કોઈ સતાવાર પુષ્ટિ થઇ નહોતી.બંધ કંપનીમાં આગ લાગતા કુતુહલ જન્મ્યુ હતુ.જોકે આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનુ પ્રાથમિક ધોરણે લાગી રહ્યુ હતુ.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: