અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ
ટ્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરાયા
શરૂ કરાયેલી કામગીરીથી દબાણકારોમાં ભાગદોડ
દબાણ ટીમોએ લારી-ગલ્લાઓ હટાવી સીઝ કર્યા હતા
અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કર્યા હતા. ટીમે સરદાર પાર્કથી 500 ક્વાટર્સ સહિત વિસ્તારમાં જેસીબી તેમજ ટ્રેક્ટર સહિતના સાધનો વડે અડચણરૂપ લારી, ગલ્લાઓના દબાણો દૂર કર્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ રહેણાંક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા તેમજ બિન અધિકૃત રીતે ઉભા થયેલા લારી ગલ્લા અંગે મળેલી ફરિયાદ આધારે નોટીફાઈડ ચીફ ઓફિસર વિપુલ ગજેરાના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવાની કામગીરી સિક્યુરીટી વિભાગ સાથે રાખી કરાઈ હતી. દબાણ ટીમોએ સરદાર પાર્ક, સેન્ટર પોઇન્ટ, માનવ મંદિરથી લઇ 500 ક્વાટર્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણ રૂપ લારી ગલ્લા તેમજ અન્ય હાટડીઓ દૂર કરવામાં આવી હતી.
બિન અધિકૃત દબાણો કરીને મુકેલી લારીઓ ટીમોએ ઉઠાવી ટ્રેક્ટરમાં ભરી સીઝ કરી હતી. પોલીસ સાથે બપોર બાદ શરુ કરવામાં આવેલા દબાણ હટાવો ઝુંબેશને લઇ અડચણરૂપ દબાણ ધારકોમાં ફફડાટ ફેલાયો હતો. નોટીફાઈડ વિભાગે લારી-ગલ્લા ઉઠાવેએ પૂર્વે તેને હટાવી લેવા માટે દોડાદોડ કરી હતી.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર