Satya Tv News

રાજકોટના જેતપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે અણબાવ થતાં પતિએ તેનો બદલો સાથે રહેતા પત્નીના ભાણેજ સાથે લીધો. સગા માસાએ ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું સામે આવ્યું છે. સગીર દીકરા સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ ખુદ માસી એટ્લે કે આરોપીની પત્નીએ નોંધાવી હતી.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો જેતપુર શહેરના દેસાઇવાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતાં એક દંપતી સાથે તેની બહેનનો એક સાગરી વયનો દીકરો પણ રહે છે, જે તેને મજૂરી કામ-કાજમાં પણ મદદ કરતો હતો. છેલ્લા બે ત્રણ મહિનાઓથી બંને પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મન દુખ થયું હતું. જેને લઈને બંને વચ્ચે અબોલા હતા

બે દિવસ પૂર્વે રાત્રિ દરમ્યાન આરોપીની પત્ની અચાનક જાગી ગઈ હતી અને તેના પતિને પોતાના ભાણેજ પર દુષ્કર્મ આચારતા રંગે હાથ પકડી લીધો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે રાત્રે માથાકૂટ પણ થઈ હતી. સવાર પડતાઈ સાથે જ પરપ્રાંતિય મહિલાએ તેના ભાણેજને આ સમગ્ર વિશે પૂછ્યું હતું. પ્રશ્ન કરતાંની સાથે જ સગીર દીકરો રડવા લાગ્યો હતો.

error: