સતત બીજા દિવસે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી
GIDC,ગ્રામ્ય,શહેરના વિવિધ માર્ગોવાહન ચેકીંગ
ટ્રાફિકના નિયમો ભંગ કરતા ચાલકો સામે દંડ
અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા ટ્રાફિક અને પોલીસ વિભાગ દ્વારા સતત જીલ્લામાં વિવિદ્ધ પોઇન્ટ ઉપર ટ્રાફિક ડ્રાઈવ ચલાવાઈ રહી છે. ભરૂચ-અંકલેશ્વર શહેર સહિત વિવિધ ચોકડીઓ પર વાહન ચાલકોને કાયદાના પાલનની ફરજ પાડી ટ્રાફિકજામની સમસ્યાને હલ કરવા પ્રયાસો થઈ રહ્યાં છે.ત્યારે ગતરોજ અંકલેશ્વર ડિવિઝને જીઆઇડીસી, ગ્રામ્ય અને શહેરના વિવિધ માર્ગો, સર્કલ અને વિસ્તારોમાં વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં રોંગ સાઈડ આવતા વાહનો, આડેધડ પાર્કિંગ, ટ્રાફીકને અડચણરૂપ લારી-ગલ્લા, આર.ટી.ઓ, ટ્રાફિકના નિયમો ભંગ કરતા વાહન ચાલકોને પકડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી,ત્યારે સતત બીજા દિવસે એટલે કે સોમવારના રોજ પણ ભરુચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર ઓવર સ્પીડમાં દોડતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર