અંકલેશ્વરની પાનોલી GIDCમાં આગનો બનાવ
રીતુ ફાર્મા કંપનીમાં બે ધડાકા સાથે ભીષણ આગ
9 કામદારોનો આબાદ બચાવ થતા
આબાદ બચાવ થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ રીતુ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી
અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, તેવામાં ગતરોજ રાત્રીના સમયે વધુ એક આગ લાગવાની ઘટના પાનોલી GIDCમાં બની હતી,અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રીએક્ટરમાં પ્રેસર વધતા પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાર હતી કે, સમગ્ર અવકાશ લાલઘૂમ થવા સાથે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતાં.બનાની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 10 ઉપરાંત ફાયરબ્રિગેડની મદદથી ચાર કલાકની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો. રીએક્ટરમાં પ્રેસર વધતા વાગેલ વિસલને પગલે કામદારોને સ્થળ છોડી દેવાનો સમય મળતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. ડ્રમમાં સોલવન્ટ ભરતા સમયે સ્પાર્ક થતાં આગ ફાટી નિકળી હોવાનું પ્રાથમિક અનુમાન તંત્ર દ્વારા લગાવવામાં આવી રહયું છે.
નોંધનીય છે કે ઘટના મામલે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, GPCB સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આજરોજ ફેક્ટરી ઇન્સ્પેટર દ્વારા કંપનીની મુલાકત લઇ બેદરકારી બદલ લાગતી વળગતી એજન્સીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર