Satya Tv News

YouTube player

નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ
સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે યોજાયો કાર્યક્રમ
ન.પા.પ્રમુખના અધ્યક્ષતામા યોજાયો કાર્યક્રમ
પ્રમુખ દ્વારા ધ્વજવંદનકરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું

અંક્લેશ્વર મારી માટી મારો દેશ અંતર્ગત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના અધ્યક્ષતામા કાર્યક્રમ યોજાયો હતો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે મારી માટી મારો દેશ માટીને નમન અને વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ સ્વ.અમજદખાન મલિકની યાદમાં બનાવેલ શિલાફલકમનું અનાવરણ કર્યું હતું.જ્યારે નગર પાલિકાના વોર્ડમાંથી એકત્ર કરેલ માટીને કળશમાં એકઠી કરીને શિલાફલકમ આગળ મૂકીને દિપ પ્રાગટય સાથે શહિદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.આ કાર્યક્રમમાં સ્વ અમજદખાન મલિકના પરિવારજનોને નગરપાલિકાના પ્રમુખના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે સ્વાતંત્ર સેનાની સ્વ .ઈશ્વર ઘેલા કાયસ્થના પરિવારજનોને પણ ગાંધીજીની પ્રતિમા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો સાઈ નૃત્ય અકાદમીના છાત્રોએ દેશભક્તિ અને માતૃભૂમિની ઋણ અદા કરતી કૃતિ રજુ કરી હતી.જે બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ, અને પાલિકા પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું સ્થળ પરથી કળશ યાત્રા નીકળી હતી, જે જલારામ મંદિર થઈને ભરૂચ નગપાલિકા ખાતે પ્રસ્થાન કરાવ્યું હતું.આ કાર્યક્રમમાં અંક્લેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત,ચીફ ઓફિસર કેશવરાય કોલરિયા સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: