શિવભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન
સમગ્ર ગામમાં કાવડ યાત્રા ડીજેના તાલે ફરી
50 લિટર નર્મદા નદીનું પવિત્ર જળ ભરી લવાયું
શિવલિંગને જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી
અધિક શ્રાવણ માસની અમાસ નિમિત્તે વાલિયા ગામના શિવ ભક્તો દ્વારા મઢી ઘાટથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું .
વાલિયા ગામના શિવ ભક્ત જગદીશ વસાવા અન્ય 25 જેટલા શિવ ભક્તોએ આજરોજ અધિક શ્રાવણ માસની અમાસ નિમિત્તે ઝઘડીયા તાલુકાનાં મઢી ઘાટ ખાતેથી 25 જેટલા કળશમાં પવિત્ર નર્મદાનું જળ ભરી પૂજન અર્ચન કરી કાવડ યાત્રા નીકળી હતી, જે કાવડ યાત્રા વાલિયા ગામના ચાર રસ્તા ખાતે આવી પહોંચતા શિવ ભક્તોએ કાવડ યાત્રાનું સ્વાગત કર્યું હતું. જે કાવડ યાત્રા ડીજેના તાલે સમગ્ર ગામમાં ફરી હતી.અને ઓમક્રેશ્વર મહાદેવ મંદિર સહિતના ગામના શિવ મંદિરો ખાતે શિવલિંગને જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ કાવડ યાત્રામાં 5-10 અને 50 લિટર નર્મદા નદીનું પવિત્ર જળ ભરી લાવવામાં આવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા