Skip to main content

Satya Tv News

YouTube player

નવા સરફુદ્દીન ગામના મંદીર પાસે ચાલે છે જુગાર
જુગાર રમતા 3જુગારીયાઓને ઝડપી પપાડ્યા
કુલ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે નવા સરફુદ્દીન ગામે ચુડેલ માતાના મંદીર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 18 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પી.આઈ. આર.એચ વાળા સહિત સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી,તે દરમિયાન બાતમી મળી હતી,કે નવા સરફુદ્દીન ગામના ચુડેલ માતાના મંદીર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 9 હજાર અને મોબાઈલ ફોન મળી કુલ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, અને અંકલેશ્વરના ગડ્ખોલ પાટિયા પાસે રહેતો અશોક ભગા દેવીપુજક,દિનેશ વસ્તા દેવીપુજક,બાલુ ઉર્ફે રાધેન રૂડાને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: