પાડોશીએ બાળકીના સાથે કર્યા શારીરિક અડપલાં
મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને કર્યું દુષ્કર્મ
માતાને જાણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
PIએ ગુનાની ગંભીરતા નોંધી આરોપીને ઝડપી પાડ્યો
અંકલેશ્વરમાં 11 વર્ષીય બાળકીને મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને લઈ જઈને અડપલા કરનાર પાડોશીને પોલીસે ઝડપી લીધો છે.
અંકલેશ્વરના એક વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 11 વર્ષીય બાળકીની માતા પોતાના કામથી 14 મી ઓગષ્ટના રોજ રાત્રીના બહાર ગઈ હતી. આ સમય દરમિયાન 11 વર્ષીય બાળકી અને તેનો ભાઈ બહાર રમતા હતાં. ત્યારે તેમના પાડોશી પપ્પુસિંગ કમલાસિંગએ બાળકી અને તેના ભાઈને કાર્ટૂન બતાવાના બહાને પોતાની ઇકો કારમાં બેસાડ્યા હતા.જે બાદ પપ્પુ સિંગએ બાળકીના ભાઈને મોબાઇલ પકડાવી બાળકીને ઉંચકીને ઇકો કારમાંથી બહાર લઈ અંધારામાં ઉભી રાખી બાળકીના સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો. આ સમયે અચાનક માતા આવી જતા બાળકી દોડીને માતા પાસે પહોંચી ગઈ હતી.પાડોશીની હરકતોથી ગભરાઈ ગયેલી બાળકીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં તેણે આ અંગે પોતાના પતિ અને પરિવારના સભ્યોને કરી હતી.પિતાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પીઆઈ વી.યુ.ગડરિયાએ ગુનાની ગંભીરતા નોંધીને તેમના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી પપ્પુ સિંગને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેના વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ દુષ્કર્મનો પ્રયાસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર