Satya Tv News

YouTube player

GIDCની એગ્રો પેક કંપનીનો મામલો
જંતુનાશક દવાની ચોરીનો ભેદ ઉકેલાયો
કુલ 1.39 લાખનો મુદ્દામાલ કર્યો હતો કબ્જે
LCBએ 4ઈસમોને ઝડપી પાડી તપાસ હાથ ધરી

પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી ભરુચ એલસીબીએ ચાર ઈસમોને ઝડપી પાડી 1.39 લાખનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી છે.

ગત તારીખ-8મી ઓગાસ્ટના રોજ પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ એગ્રો પેક કંપનીમાં રાત્રીના ગોડાઉનમાં રહેલ ખેતીવાડીને લગતી જંતુનાશક દવાની ૧ લીટરની બોટલ નંગ-૩૬ રૂપિયા 1.29 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથક ખાતે નોંધાવી હતી, જે ચોરીની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ ત્વરિત રિકવર કરવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલ.સી.બી પી.આઈ. ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે વીઝીટ કરી એગ્રો પેક કંપની અને આસપાસના સી.સી.ટીવી કરેજ ચેક કરી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજસથી તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન બાતમી મળી હતી, કે બાકરોલ બ્રીજ નીચે બે ઇસમો મીણિયાં થેલામાં જંતુનાશક દવાની બોટલો ભરી વેચાણ માટે ફરી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બે ઈસમોને ઝડપી પાડ્યા હતા .જેઓની પૂછપરછ કરતાં સંજાલી ગામના તળાવ પાસે રહેતો સંજય સુરેશ તડવી અને કોસમડી ગામના મોરા ફળિયામાં રહેતો મિતેષ ઉર્ફે રમલી વિષ્ણુ પટેલએ ભેગા મળી એગ્રો પેક કંપનીથી જંતુનાશક દવાની ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે જંતુનાશક દવાની બોટલ નંગ-૩૭ અને બે ફોન મળી કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને દવાની ખરીદી કરવા આવેલ અન્ય બે ઈસમ આશા ભગવાન પવાર તેમજ ધનશ્યામ બંસીલાલ યાદવને પણ ઝડપી પાડ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: