Satya Tv News

વેરાવળમાં યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. પડોશીના મકાનનાં બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે આવી છે. તે બાથરૂમમાં મહિલાઓનો વીડિયો ઉતારતો હતો. મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા કેમેરા પર નજર પડતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ IT એકટની કલમ 66 (ઇ) તેમજ IPC 354(ગ) હેઠળ ફરિયાદ નોંધી છે.

આ સમગ્ર ઘટના વેરાવળના 80 ફિટ રોડના પોશ વિસ્તારની છે. જ્યાં આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવે છે. મકાનના બાંધકામ સમયે દીવાલમાં બાથરૂમ સાઈડ કેમેરો ગોઠવ્યો હતો. મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા કેમેરા પર નજર પડતા ભાંડો ફૂટ્યો હતો. ગોપાલ વણિક નામના યુવકનું આ કારસ્તાન સામે આવ્યું છે. તે બાથરૂમમાં મહિલાઓની પ્રવૃત્તિના વીડિયો ઉતારતો હતો. ગઈસાંજે મહિલાને બાથરૂમની જાળીમાં ફિટ કરેલ કેમેરો નજરે આવતા ભાંડો ફૂટ્યો હતો

error: