કોસમડી ગામની કોલોનીમાંથી રિક્ષાની ચોરીનો મામલો
પોતાના ઘરની સામે પાર્ક કરી રિક્ષાની ચોરી
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
2.40 લાખની રિક્ષાની ચોરી કરી ફરાર
CCTV ફૂટેજ મેળવી ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના કોસમડી ગામની સફેદ કોલોનીમાં ઘર સામે પાર્ક કરેલ 2.40 લાખની ઓટો રિક્ષાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામની સફેદ કોલોનીમાં રહેતા મહેન્દ્ર લક્ષ્મણ પાટિલએ ગત તારીખ-17મી ઓગસ્ટના રોજ પોતાની ઓટો રિક્ષા નંબર-જી.જે.16.એ.ટી.7965 રાતે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરની સામે પાર્ક કરી હતી, તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 2.40 લાખની રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રિક્ષા ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.જી.આઈ.ડી.સી.પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર