હરિયાલ GIDC કંપનીમાં લાગેલી આગ બની બેકાબૂ
રહેણાક વિસ્તારોમા અફરાતફડીનો સર્જાયોમાહોલ
ધાગા બનાવતી કંપનીમાં લાગી આગ
7 ફાયર ફાઈટરની ટિમ આગને કાબુ લેવાના પ્રયાસો
આગને કારણે સમગ્ર ફેકટરીમાં કરોડોનું થયું નુકશાન
સુરતના માંડવીની હરિયાલ GIDCમાં ગતમોડી સાંજે ચોકસી પ્રાઈવેટ લિમિટેડ નામની યાર્ન તેમજ ધાગા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા રહેણાક વિસ્તારોમાં અફરા તફડીનો માહોલ સર્જાયો હતો.
સુરતના માંડવીની હરિયાલ GIDC માં કંપનીમાં લાગેલી આગ બેકાબૂ બની હતી. ગતમોડી સાંજે ચોકસી પ્રાઈવેટ લિમિટેડ નામની યાર્ન તેમજ ધાગા બનાવતી કંપનીમાં લાગી હતી ભીષણ આગ ભભૂકી હતી, કાચા ધાગા માંથી પાકા ધાગા બનાવતી કંપનીમાં લાગી હતી આગ. કંપની નજીક જ રહેણાક વિસ્તાર આવ્યો હોવાથી અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. કંપનીની બાજુમાં રહેણાક વિસ્તારના ઘરના લોકોને સ્થળાંતર કરાયા.આગ ખુબજ વિકરાળ બનતા માંગરોળ, પલસાણા, કોસંબા, બારડોલી સહિત 7 જેટલા ફાયરફાઈટર ની ટિમ દ્વારા આગ ને કાબુ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મોડી સાંજે લાગેલી આગ કલાકો ની ભારે જહેમત બાદ વહેલી સવારે કાબુમાં આવી હતી. આગની ઘટનામાં ૪ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે લાગવા પાછણ નું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાની અનુમાન સેવાઈ રહ્યું છે. આગ ની ઘટના ને પગલે માંડવી પોલીસ સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્ય હતા. જોકે આગ ને કારણે સમગ્ર ફેકટરીમાં રહેલ મશીનરી, માલ સમાન બલી ને ખાક થઈ જતા કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત