Satya Tv News

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 મૃતકોમાંથી સૌથી નાની ઉંમરના કરણજીત ભાટી છે. 29 વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આપને જણાવી દઈએ કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા 29 વર્ષીય કરણજીત ભાટી બે પુત્રી અને એક પુત્રના પિતા હતા. કરણજીત ભાટીના અવસાનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પતિનું અકસ્માતમાં મોત થતાં પત્ની આઘાતમાં સરી પડી છે. હાલ પરિવારજનો મૃતદેહ લેવા દેહરાદુંન જવા રવાના થયા છે.

બસ નંબર (uk 07 8585) 35 યાત્રીઓને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મનેરી પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઈજાગસ્તોને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિલટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બસમાં શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર અને હેલ્પર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ગણપત રાય મહેતા , દક્ષાબેન મહેતા, મીનાબેન ઉપાધ્યાય , રાજેશ મેર , ગીગાભાઈ ભામર, અનિરુદ્ધ જોશી અને કરણજીત ભાટી સામેલ છે.

ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન ફોન નંબર 079 23251900 જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં સર્જાયેલ દુર્ઘટનાં બાબતે રાજ્યનાં રાહત કમિશ્નર આલોક પાંડેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 7 ગુજરાતીઓનાં મોત નિપજ્યા છે.

error: