Satya Tv News

શરીરની ભૂખ ગમે તેવી સ્થિતિમાં માણસને હેવાન બનાવી દે છે, વાસનામાં આંધળા થયેલા આદમીને સંબંધો નથી દેખાતા અને પોતાની વાસનાપૂર્તિ માટે તે કોઈ કોડીભરી કન્યાનું જીવન બર્બાદ કરી નાખતા પણ ખચકાતો નથી. એક એવી છોકરી કે વિશ્વાસ રાખીને પોતાના મામાને ત્યાં રહી પરંતુ મામાએ પોતાની વાસનાપૂર્તિ માટે તેની સાથે જે ખેલ ખેલ્યો તે ખરેખર કંપાવી મૂકે તેવો છે. રાજધાની દિલ્હીમાં એક સરકારી અધિકારીના કૃત્યથી માનવતા શર્મસાર થઈ છે. કેજરીવાલ સરકારમાં મહિલા અને બાળ વિભાગમાં ડેપ્યુટી ડાયેરક્ટર પ્રમોદય ખાખાએ પોતાની ઘેર રહેલી 16 વર્ષની છોકરી પર વારંવાર રેપ કરીને તેને ગર્ભવતી બનાવી આનાથી પણ આઘાત લાગે તેવું બીજું કામ તેની પત્ની સીમાએ કર્યું, સીમાએ પતિનું પાપ મિટાવી દેવા ગોળીઓ આપીને સગીરાનો ગર્ભ પડાવી દીધો. પોલીસે હવે આરોપી કપલની ધરપકડ કરી છે.

error: