અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ નાકા પાસેથી ટેમ્પોમાં ભરેલ શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી ચાર ઈસમોને 6.64 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચનાને આધારે ભરુચ એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટ માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત તેઓની ટીમ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટેમ્પો નંબર-જી.જે.16 ઝેડ.7235માં શંકાસ્પદ ભંગારનો જથ્થો દહેજથી અંક્લેશ્વર અંસાર માર્કેટ તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી 5330 કિલો શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાં સવાર મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના અંસાર માર્કેટમાં રહેતો સતિષકુમાર દિપકકુમાર સરોજ,ભુષણ લાલબિહ્મરી હરીજન અને રામદેવલ રામબ્રીજ હરીજન તેમજ સુરેન્દ્ર હરી યાદવને ભંગાર અંગે પૂછપરછ કરતાં ચારેય ઇસમોએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચારેયની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી 1.59 લાખનો ભંગાર અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 6.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.