દીવા ગામની સ્ટ્રીટ લાઇટ નીચે ચાલે છે જુગારધામ
જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા
કુલ 10 હજારના મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જૂની દીવા ગામના રાઠોડ ફળિયામાં માર્ગ ઉપર જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વરના જૂના દીવા ગામના રાઠોડ ફળિયામાં માર્ગની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે,જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 6 હજાર અને બે મોબાઈલ ફોન મળી કુલ 10 હજારના મુદ્દામાલ સાથે જૂની દીવા ગામમાં રહેતો જુગારી હનીફ સબિર પટેલ,રવિન્દ્ર ભગવાનદાસ પટેલ અને શૈલેષ ગોવિંદ પટેલ સહિત હનીફ કાસમ મલેકને ઝડપી પાડ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર