શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે ઉદ્દઘાટન
પોલીસ મથક ખાતે સુંદર કાંડનું આયોજન
DYSP ના હસ્તે ઉદ્દઘાટન કરાયું
PI,PSI,પોલીસ સ્ટાફ સહિત પરિવારજનો ઉપસ્થિત
અંકલેશ્વર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે બી ડિવિઝન પોલીસ મથક ખાતે સુંદર કાંડનું આયોજન કરાયું .
અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં આવેલ બી ડિવિઝન પોલીસ ખાતે પોલીસ કર્મીઓની સંખ્યાને ધ્યાનમાં વધુ બે ઓફિસનું ગતરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઇ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું .આ ધાર્મિક કાર્યક્રમનો પોલીસ જવાનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.યુ.ગડરિયા અને પી.એસ.આઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર