Satya Tv News

YouTube player

રિક્ષા ચાલકોએ કરી રજૂઆત
બી ડિવિઝન પી.આઈને કરી રજૂઆત
ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી ખાતરી

અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડેરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાન ગતિ નહીં કરવા માટે રિક્ષા ચાલકોએ રજૂઆત કરી હતી

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ ખાતેથી ભરુચ ખાતે રિક્ષા ચાલકો મુસાફરો બેસાડી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે, પરંતુ માર્ગ ઉપર થતાં ટ્રાફિકજામની સમસ્યાને લઈ પોલીસ દ્વારા અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર પ્રતિન ચોકડી પાસે રિક્ષા ચાલકોને ત્યાં ઊભા રહેવા નહીં દેવા સાથે તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા રિક્ષા ચાલકોને હેરાન પરેશાન થવાની વારો આવી રહ્યો હતો, જે અંગે આજરોજ જયભારત ઓટો રિક્ષા એસોસિએશનના આગેવાનોએ અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડેરિયાની મુલાકાત કરી રિક્ષા ચાલકોને પડતી અગવડને લઈ રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી ટ્રાફિકને અડચણરૂપ નહીં થાય તે રીતે રિક્ષા ચાલકો વ્યવસાય કરે તેવી ખાતરી આપી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: