કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડયાત્રા પહોંચી
કાવડીયાત્રાનો શુભારંભ પાદરા ગામથી કરાયો
ભજન,ડીજેના તાલે યાત્રીઓમાં ઉત્સાહ જોવા મળ્યો
વૈદિક મંત્રોચ્ચાર થકી શિવલિંગને જલાભિષેક કર્યો
જંબુસર તાલુકાના કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે.
માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ તથા પરમહિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાવડીયાત્રાનો શુભારંભ પાદરા તાલુકાના ડભાસા ગામેથી કરાયો હતો. જેમાં ૬૫ જેટલા કાવડયાત્રીઓએ ભાગ લઈ આશરે 53 કિલોમીટરનું અંતર કાપી કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચ્યા હતા. સદર યાત્રા દરમિયાન બાબા ભોલેનાથના ધૂન ભજન થકી ડીજેના તાલે યાત્રી ભાઈ બહેનો માં આનંદ ઉત્સાહ જોવા મળતો હતો. વડોદરાની પ્રથમ સ્તંભેશ્વર મહાદેવ કાવડીયાત્રા જેમાં કલકત્તાથી કળશ, કાવડ ,ગંગાજળ, મંગાવવામાં આવ્યું હતું .સ્તંભેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચેલ કાવડયાત્રીઓનું વિદ્યાનંદજી મહારાજ દ્વારા સ્વાગત કરી વૈદિક શાસ્ત્રોત મંત્રોચ્ચાર થકી શિવલિંગને ગંગાજળથી અભિષેક કરાયો હતો. આ પ્રસંગે શ્વેતાબેન પારેખ ,વસંત પટેલ, નિતેશ પટેલ સન સીટી, નયન શાસ્ત્રીજી, ભાવિષા પટેલ સહિત મોટી સંખ્યામાં યાત્રી ભાઈ બહેનોએ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર