અંકલેશ્વરના નાગલ ગામે જામી શ્રાવણિયા જુગાર મહેફિલ
અંકલેશ્વર તાલુકા પોલીસે રંગ પાડયો ભંગ
જુગાર રમતા 3 ઝડપાયા અન્યો ફરાર
તાલુકા પોલીસે ગુનો નોંધ હાથ ધરી કાર્યવાહી
અંકલેશ્વરના નાગલ ગામે જામેલ શ્રાવણીયા જુગારમાં પોલીસે ભંગ પાડયો હતો. જેમાં પોલીસે જુગાર રમતા 3ને ઝડપી પાડી રૂપિયા 10હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય ફરાર જુગારીયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તેવામાં નાગલ ગામે આવતા તેઓને બાતમી મળી હતી કે, લીમડી ફળિયામાં સ્ટ્રીટ લાઈટ નીચે શ્રાવણીયા જુગારની મહેફિલ જામી છે.જેના આધારે દરોડો પાડતા કેટલાક જુગારી નાસી છૂટ્યા હતા.જોકે સ્થળ પરથી ગામના ભદ્રેશ પટેલ, રવજી વસાવા, ભરત પટેલને ઝડપી લેવાયા હતા. જેમાં દાવ પર લાગેલા રોકડા, અંગ જડતી અને બે મોબાઈલ મળી કુલ 10 હજાર 820નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરાયો હતો. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો દર્જ કરી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.