શ્રાવણી પૂનમની સાથે સવારે 10.58થી ભદ્રાનો પણ પ્રારંભ થઈ જશે. ભદ્રામાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. જ્યોતિશીઓના મતે વિષ્ટિ રાત્રે 9.02 સુધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની સરકારી જાહેર રજા છે, પરંતુ ડાકોર, દ્વારકા, શક્તિપીઠ અંબાજીમાં 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. એટલું જ નહી દ્વારકાધીશમાં ભગવાનને જનોઈ 30 ઓગસ્ટે એટલે કે, આજે બપોરે બદલવામાં આવશે જ્યાં પૂનમ આવતી કાલે મનાવવામાં આવશે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે. આ બધાની વચ્ચે લોકો અસમજસમાં મુકાયા છે.
જ્યોતિષીઓના મતે રાત્રે 9.05થી શુભમુહૂર્ત જ્યારે કેટલાક જ્યોતિષીઓના મતે સવારે 11 થી 7.50 શુભ મુહૂર્ત કહેવામાં આવી રહ્યું છે. આજે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આવતીકાલે પણ ધાર્મિક સ્થાનોમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. જો કે, આ વખતે રક્ષાબંધનના શુભ મુહુર્તને લઈ લોકો મુજવણમાં મુકાયા છે.
30 ઓગસ્ટના રોજ સાંજે 5.19 વાગ્યાથી ભદ્રા પુચ્છ શરૂ થાય છે અને સાંજે 6.31 વાગ્યે સમાપ્ત થશે. ખાસ પરિસ્થિતિમાં જેઓ રક્ષાબંધન ઉજવે છે તેઓ ભદ્રા પુચ્છ સમયગાળા દરમિયાન તેમના ભાઈને રાખડી બાંધી શકે છે. જે લોકો આ સમયગાળો ચૂકી જાય છે તેમને રાખડી બાંધવાનો શુભ મૂહુર્ત ત્યારે જ મળશે જ્યારે ભદ્રા 9.2 મિનિટ પછી સમાપ્ત થશે.