સુરતથી ચોરી થયેલ ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ને.હા.પરની તાપી હોટલ પાસેથી ટેમ્પો ઝડપાયો
ટેમ્પો તપાસ કરતા દારૂની બોટલો મળી આવી
સુરત ગ્રામ્ય પોલીસના PSIના બાતમીદાર વોન્ટેડ
કુલ 9.15 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સુરતથી ચોરી થયેલ ટેમ્પોમાંથી 4.15 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ,જ્યારે સુરત ગ્રામ્ય પોલીસના પી.એસ.આઈના બાતમીદારને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના અંસાર માર્કેટમાં રહેતા શોયેબ ઉર્ફે છોટન અને તેના મિત્ર પરવેઝના મામાના ઓળખીતાનો ટેમ્પો સુરત બાજુથી ચોરી થયેલ છે, જે ટેમ્પો અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર તાપી હોટલ પાસેથી પકડી પાડ્યો હોવાનું જાણ બંને યુવાનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, અને ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 3960 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 4.15 લાખનો દારૂ અને ટેમ્પો મળી કુલ 9.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના કોસાડ આવાસમાં રહેતો રોહિત ઉર્ફે રાજા એકનાથ પાંડેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખની છે કે સુરત ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ એલ.જી રાઠોડનો બાતમીદાર જ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતો હોવાનું જણાવ મળ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર