Satya Tv News

YouTube player

કોસમડી ગામના તળાવમાં યુવક લાપતા
નાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તા
DPMC,GIDC પોલીસ મથકે કરી જાણ
રેસ્ક્યુ ઓપરેશન કરી આધેડની શોધખોળ હાથ ધરી

અંકલેશ્વરના કોસમડી ગામના તળાવમાં નાહવા પડેલ આધેડ ડૂબી જતાં લાપત્તા બન્યો હતો.

મૂળ અંકલેશ્વરના બોરભાઠા ગામના અને હાલ કોસમડી ગામમાં સાસરીમાં રહેતા કાલિદાસ જીવા વસાવા ગતરોજ અંકલેશ્વરના કોસમડી ગામના તળાવમાં નાહવા પડ્યા હતા જેઓ ઊંડા પાણીમાં ગરક થતાં તેઓ લાપત્તા બન્યા હતા, આ અંગે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી અને જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતાં પોલીસ અને ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લાપત્તા બનેલ આધેડની શોધખોળ કરી હતી પરંતુ તેઓ મોડી સાંજ સુધી મળી આવ્યા ન હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: