Satya Tv News

YouTube player

પોલીસ મથકના ASI નો વિદાય સમારોહ
ASI રમેશ વસાવાનો વિદાય સમારોહ યોજાયો
પોલીસ કર્મીનું સાલ ઓઢાડી કર્યું સન્માન

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ રમેશ વસાવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.

અંકલેશ્વરની વીજ કંપનીની ઓફિસ પાસે આવેલ શેઠના હૉલ ખાતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ રમેશ વસાવા નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઇ અને પી.એલ.ચૌધરીના હસ્તે નિવૃત્ત થઈ રહેલ પોલીસ કર્મીનું સાલ ઓઢાડી સન્માન કરી તેઓનું નિવૃત્તિ કાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી આ વિદાય સમારોહમાં ભરુચ એસ.ઑ.જીના પી.આઈ એ.એ.ચૌધરી અને શહેર એ ડિવિઝનનો સ્ટાફ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: