Satya Tv News

YouTube player

કડકીયા કોલેજ પાસે દારૂના જથ્થાનો કર્યો નાશ
ત્રણ પોલીસ મથકના ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ
વિદેશી દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવી કર્યો નાશ
30.42 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

અંકલેશ્વરની કડકીયા કોલેજ પાસે ત્રણ પોલીસ મથકના 43 પ્રોહિબિશન હેઠળ ઝડપાયેલ 24 હજાર બોટલ સાથે 30.42 લાખના વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર ડિવિઝનના જી.આઈ.ડી.સી. પોલીસ મથક અને તાલુકા પોલીસ મથક,બી ડિવિઝન પોલીસ મથકમાં 6 માહિનામાં 43 પ્રોહિબિશન હેઠળ 24 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપાઇ હતી, આ ઝડપાયેલ વિદેશી દારૂના નાશ માટે વડોદરા ઇન્ચાર્જ રેન્જ આઈ.જી આર.વી.અસારી ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સુચના આપતા નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ દ્વારા વિદેશી દારૂના જથ્થાની કોર્ટમાંથી મંજૂરી મેળવી અંકલેશ્વર ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દિપક બારિયાને રિપોર્ટ કર્યા બાદ આજરોજ નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ અને મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની હાજરીમાં 30.42 લાખના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: