Satya Tv News

YouTube player

કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાં રમાઈ છે જુગાર
જુગાર રમતા પાંચ જુગારીયાને ઝડપી પાડ્યા
કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાં જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર અને બે મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના ગંદી ફળિયામાં રહેતો જુગારી મહમંદ બિલાલ ફારૂક વડીયા,વિશાળ બાલુ પટેલ,જયેશ વસાવા અને સંજય વસાવા તેમજ બાબુ વસાવાને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: