Satya Tv News

YouTube player

નવસર્જન બેંક ચોકડી પાસે બાઈકમાં લાગી આગ
GIDC ફાયરબ્રિગેડને જાણ થતા ઘટના સ્થળે પહોંચી
બાઈક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન નહીં

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. સ્થિત નવસર્જન બેંક ચોકડી નજીક રિપેરિંગ માટે આવેલ બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવસર્જન બેન્ક ચોકડી નજીક ગેરેજમાં એક બાઇક રિપેરિંગ માટે આવી હતી જે બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ,આગને પગલે સ્થાનિકોએ ડોલ વડે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબુમાં નહીં આવતા તેઓએ ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જો કે ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ બાઈકમાં કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: