Satya Tv News

YouTube player

પાનોલી GIDCમાંથી મળી આવ્યા સિલિન્ડર પિસ્ટન
TCI ફ્રેઈટના ગોડાઉનમાંથી સિલિન્ડર પિસ્ટન મળ્યા
ચોરી અંગે તા.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કુલ 93 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ટી.સી.આઈ ફ્રેઈટના ગોડાઉનમાંથી સિલિન્ડર પિસ્ટન મળી કુલ 93 હજારથી વધુના મુદ્દામાલની ચોરીમાં સંડોવાયેલ આરોપીને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો.

ગત તારીખ-14મી ફેબ્રુઆરીના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ટી.સી.આઈ ફ્રેઈટના બંધ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને નવ નંગ સિલિન્ડર પિસ્ટન મળી કુલ 93 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તે દરમિયાન ભરુચ એલસીબીએ ચોરીમાં સંડોવાયેલ નેત્રંગ તાલુકાનાં કાંટીપાડા ગામમાં રહેતો પ્રવીણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: