Satya Tv News

યુપીના મુરાદાબાદમાં દહેજ ભૂખ્યા સસરાએ પોતાની વહુ સાથે મોટો કાંડ કરી નાખ્યો અને તેને કારણે હવે વહુને બહાર નીકળવામાં ખૂબ શરમ થઈ રહી છે કારણ કે લોકો તેની સુહાગરાતની વાત સાંભળી ચૂક્યા છે અને આ પરાક્રમ કરનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ તેનો સસરો હતો.

મુરાદાબાદના અગવાનપુરમાં સસરાએ સુહાગરાતે પુત્રવધૂના રૂમમાં મોબાઈલ રાખી તેમની વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી લીધી હતી અને ત્યાર બાદ તેણે રેકોર્ડ કરેલા ઓડિયો દ્વારા પુત્રવધૂને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની પાસેથી વધારે દહેજ લાવવાનું દબાણ કર્યું. આમેય તો વહુના ઘરનાએ પતિને 6 લાખથી વધુનું દહેજ આપ્યું હતું તેમ છતાં આટલું તેને ઓછું પડતું હતું એટલે સસરાએ આવું નીચ કામ કરીને પૈસા પડાવવાનો કારસો રચ્યો. વહુએ જ્યારે વધારે દહેજ આપવાની ના પાડી ત્યારે તે સુહાગરાતની વાતચીત લોકોને સંભળાવાવવા લાગ્યો અને આને કારણે વહુને બહાર જવામાં ખૂબ શરમ આવવા લાગી હતી. એટલું જ નહીં બાઈક માટે પતિએ ત્રણ વખત ડિવોર્સ લીધા હતા. આ મામલે સિવિલ લાઇન્સ પોલીસ મથકે પતિ, સસરા સહિત પાંચ સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સુહાગરાતે મારા સસરાએ મારા રુમમાં તેનો મોબાઈલ ગોઠવી દીધો હતો અને અમારી વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. એટલું જ નહીં આરોપી સસરાએ તે રેકોર્ડિંગ લોકોને સાંભળવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે પીડિતાને શરમનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેણે તેના સસરાના કૃત્યનો વિરોધ કર્યો, ત્યારે તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને શાંત પાડી દીધી. આ હોવા છતાં, 20 ફેબ્રુઆરી, 2022 ના રોજ, પતિ અને સાસરિયાઓએ તેને બાઇક માંગવા બદલ ઘરની બહાર કાઢી મૂકી હતી. યુવતી તેના માતા-પિતાના ઘરે આવી અને ગમે તેમ કરીને રહેવા લાગી. બાદમાં 4 નવેમ્બર 2022ના રોજ તેના માતા-પિતા તેના ઘરે આવ્યા અને તેને તલાક આપી દીધા. જે બાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના અગવાનપુર ચોકી વિસ્તારમાં રહેતી આ મહિલાના લગ્ન 25 ડિસેમ્બર, 2021 ના રોજ આ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. મહિલાના જણાવ્યા પ્રમાણે તેના પિતાનું મૃત્યુ થયું છે. માતાએ લગ્નમાં આશરે 6 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા અને તેની ક્ષમતા કરતા વધારે દહેજ આપ્યું હતું. આમ છતાં સાસરિયાં ખુશ નહોતાં. પીડિતાનો આરોપ છે કે, તેના પતિ, દિયર, બે સાસુ અને સસરાએ તેને વધારાના દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દરેક જણ બાઇક માંગી રહ્યા હતા.

error: