Satya Tv News

YouTube player

તા.પોલીસ મથકના પોકસો એક્ટના ગુનો
આરોપીને સાંઈદર્શન સોસાયટીમાંથી ઝડપી પાડ્યો
પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકના પોકસો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે કાપોદ્રા ગામની સાંઈદર્શન સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો .

વડોદરા રેન્જ આઈ.જી સંદીપસિંહ અને ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇના માર્ગ દર્શન હેઠળ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી કાપોદ્રા ગામની સાંઈદર્શન સોસાયટીમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી હતી, અને આરોપી નીહાલ ઉર્ફે શની ભરત ગોહીલને તેના ઘરેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: