રૂરલ પોલીસ મથકના હત્યાના ગુનાનો મામલો
સબ જેલ ખાતેથી ફરાર થયેલ આરોપી ઝડપી પાડ્યો
LCBએ મહારાષ્ટ્રના ગુહા ગામ ખાતેથી ઝડપી પાડ્યો
તા.પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી
અંક્લેશ્વર રૂરલ પોલીસે મથકના હત્યાના ગુનામાં ભરૂચ સબ જેલ ખાતેથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપીને મહારાષ્ટ્રના ગુહા ગામ ખાતેથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકના હત્યાના ગુનામાં ઝડપાયેલ પ્રવિણ ગોમાન વસાવા ભરૂચ સબ જેલ ખાતેથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો છે, જે હાલમાં મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના ગુહા ગામ ખાતે ભારત એન્ટરપ્રાઇઝ નામની ટાયર પંચરની દુકાનમાં કામ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જ્ગ્યાએ દરોડા પાડ્યા હતા. અને નાસ્તા ફરતા આરોપી ધંતુરીયા ગામના નિશાળ ફળીયામાં રહેતો પ્રવિણ વસાવાને ઝડપી પાડી તેને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર