ST ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો
બેગ,સૂટકેશમાં દારૂ જથ્થો હોવાની મળી બાતમી
પોલીસે તપાસ કરતાં દારૂની 79 નંગ બોટલ મળી
ભરૂચના બુટલેગરને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો
અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી
કુલ 30 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે એસટી ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચના બુટલેગરને 30 હજારના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે જલગાંવથી આવેલ એસટી બસમાંથી એક ઈસમ બે બેગ અને સૂટકેશમાં વિદેશી દારૂનો જથ્થો લઈ આવેલ છે, અને તે હાલ ડેપોમાં ઉભેલ છે ,જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમી વાળા ઇસમની પાસે રહેલ બેગ અને સૂટકેશમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 79 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 10 હજારનો દારૂ અને ફોન મળી કુલ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો .અને ભરૂચના પાંચબત્તી પાનાં પ્લાખની સામે આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતો રોહણ ઉર્ફે બંટી રાજૂ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગર વિનોદ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર