સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી
ભગવાન શ્રી ક્રિષ્નાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સાંસ્કૃતિક કમિટી દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા
300થી વધુ બાળ ગોપાલને ઝુલામાં ઝુલાવ્યા
ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વિશ્વના સૌથી મોટા ઝુલામાં 300થી વધુ બાળ ગોપાલને ઝુલાવી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ બુક ઓફ ઈન્ડીયામાં સ્થાન મેળવ્યું .
સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ક્રિષ્ના જન્મોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા શોભા યાત્રાનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે ઉત્સવની સાંસ્કૃતિક કમિટી દ્વારા.આ વર્ષે જન્માષ્ટમીની શોભા યાત્રા દરમ્યાન બે વિશ્વ રેકોર્ડ સ્થાપવાના આશયથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.વિશ્વના સૌથી મોટો ઝુલો બનાવવામાં આવ્યો હતો, અને રાતે 12 કલાકે 300થી વધુ બાળ ગોપાલને ઝુલાવી વર્લ્ડ બુક ઓફ ઈન્ડીયાના જિનિયન્સ ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ પાવન સોલંકીની હાજરીમાં બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં અતુલ પટેલ, સુરેશ દેવાણી ,મુકેશ લુખી, રશ્મિન પટોળીયા અને મુકેશ ચોવટીયા સહિત સમાજના સભ્યો જોડાયા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર