સુરતી ભાગોળ વાવની પાસે દારૂનું વેચાણ
પોલીસને સ્થળ પરથી દારૂની બોટલ,પાઉચ મળ્યા
દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાંથી વિદેશી દારૂના 15 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો .
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના ડી-સ્ટાફના યુવરાજસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો,તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતી ભાગોળ વાવની પાસે રહેતો બુટલેગર સચિન કેતન હજારીવાલા વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 129 નંગ બોટલ અને પાઉચ મળી કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર