Satya Tv News

YouTube player

ક્રીષ્નાનગ૨-૨ પાસે ઝાડ નીચે ચાલતો હતો જુગારધામ
જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા
બાવળના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડા
કુલ 26 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના વાધી રોડ પર ક્રીષ્નાનગ૨ –૨ પાસેથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ચિરણ દેસાઇએ પ્રોહીબિશન જુગા૨ની અસામાજીક પ્રવૃતી અટકાવવા માટે આપેલ સૂચનાને આધારે બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.યુ. ગડરીયા સહિત સ્ટાફ દ્વારા જમાષ્ટમી તહેવારમાં પેટ્રોલિંગમા હતો, તે દરમ્યાન બાતમી મળી હતી, કે અંદાડા ગામના વાધી રોડ પર ક્રીષ્નાનગ૨- ૨ પાસે બાવળના ઝાડ નીચે ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને ફોન મળી કુલ 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને કીમના આશીયાના નગરમાં રહેતો જુગારી જમશેદ અકબર માઠીગીરી,પિન્ટુ મુખરામ કશ્યપ અને શાદાબ મુબારીક અંસારી તેમજ મોહમદ કાશીમ મોહમદ યાસીમ અન્સારીને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: