Satya Tv News

કૌટુંબિક સગા દ્વારા બે વર્ષની માસુમ બાળકી પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કરાયું છે. બાળકીને લોકમેળામાં કોઈ જગ્યાએ લઈ જઈ આ નરાધમે કૃત્યુ કર્યુ હતુ. બાળકીના ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ભોગ બનનાર પરિવાર મૂળ ઉતરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. પરિવાર રાજકોટના કારખાનામાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદી પોતાની સગીર વયની દિકરીને લઇને પોતાના સગા સંબંધી સાથે રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ લોકમેળામાં ફરવા આવ્યો હતો. તે દરમ્યાન ફરીયાદી તથા તેની સાથે આવેલા તેમના સગાસંબંધીઓને મેળામાં ચકડોળમાં બેસવુ હોવાથી ફરીયાદીએ પોતાની બે વર્ષની બાળકીને તેમની સાથે મેળામાં ફરવા આવેલ તેમના સગા અને આરોપીને પોતાની બાળકી સાચવવા આપતા ફરીયાદી તથા તેની સાથે આવેલ માણસો ચકડોળમાં બેસવા જતા આરોપીએ કોઇ જગ્યાએ લઇ જઇ બાળકી જાતિય હુમલો કરી બાળકીના ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી હતી

error: