Satya Tv News

રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને પહેલી તારીખે નિયમિત રીતે પેન્શન મળતું હોય છે. જે તે કર્મચારીના બેંક ખાતામાં પહેલી તારીખે પેન્શન જમા થતું હોય છે.પરંતુ ચાલુ વર્ષે નર્મદા જિલ્લામા ઓગસ્ટમાં પહેલા કરાઈ કરવાની હોવાથી રાજપીપલા એક જાગૃત પેન્શનર કર્મચારીએ રાજપીપળાની બેંક ઓફ બરોડા શાખામાં જઈને નિયત ફોર્મ ભરીને સહી બેંકના કર્મચારીને ખરાઈ કરેલું ફોર્મ આપેલ હતું.

બેંકના કર્મચારીઓ તમામ નગરના ફોર્મ ભરીને ખરાઈ કરીને સામટા જિલ્લા તિજોરી કચેરીને મોકલી આપતા હોય છે. જેમાં એક જાગૃત કર્મચારીનું બેંક ઑફ બરોડાના કર્મચારીની બેદરકારી અને અંધેર વહીવટને કારણે જિલ્લા તિજોરી કચેરીએ પહોંચી ન હોવાની ફરિયાદ ફરિયાદી પેંશનરે કરી છે
જેના કારણે આ કર્મચારીનું પહેલી તારીખે પેન્શન જમા ન થતા કર્મચારીએ આશ્ચર્ય અનુભવ્યું હતું. આ અંગે બેંકમાં જઈ તપાસ કરતા પહેલી તારીખે બેંક મેનેજર રજા પર હતા. તેથી કર્મચારીએ બેંક મેનેજરને લેખિત ફરિયાદ પણ આપી હતી. તરત જ પહેલી તારીખે તે જ દિવસે કર્મચારી જિલ્લા તિજોરી કચેરી ખાતે પહોંચ્યા હતા. અને ત્યાંના અધિકારીને મળતા રજૂઆત કરતા તપાસ કરતા જાણવા મળેલ કે બેંક તરફથી ખરાઈનું ફોર્મ આવેલ ન હોવાથી ખરાઈ થયેલ ન હોવાથી તમારું પેન્શન થયેલ નથી. ત્યારે કર્મચારીએ જણાવેલ કે મેં બેંકમાં જઈને ખરાઈ કરાવેલ છે. છતાં મારા ખરાઈ નો રિપોર્ટ તમારી પાસે કેમ આવ્યો નથી? જયારે બેંક મેનેજરને રૂબરૂ રજુઆત કરતા મેંનેજરે તિજોરી કચેરીને ખો આપી અમે તો અહીંથી મોકલીજ દીધું છે, પણ તિજોરી કચેરીવાળા અટવાઈ નાંખે છે, એમ કહી બંને કચેરીઓ એક બીજા ઉપર દોષારોપણ કરતા કર્મચારીએ બન્નેને લેખિત ફરિયાદ કરી હતી.

ત્યારબાદ તિજોરી કચેરીના કર્મચારીએ જણાવેલ કે તમારી ખરાઈ ન થઈ હોય તો અહીંથી પણ ખરાઈ થઈ શકે છે. એટલે એ કર્મચારીએ પહેલી તારીખે તે જ દિવસે સહી કરીને ફરીથી બીજી વાર ખરાઈ કરાવેલ. અને કચેરીએ આનો રિપોર્ટ ગાંધીનગર પડશે એમ જણાવેલ. આજે એ વાતને દસ દસ દિવસ થઈ ગયા છતાં પણ હજી પણ.બેંકના ખાતામાં પેંશન જમા થયેલ નથી. આ અંગે કર્મચારીએ તિજોરી અધિકારીને પણ લેખિત ફરિયાદ આપેલ છે.
ખાટલે મોટી ખોટ એ છે ,કે બેંકમાં કર્મચારીએ ખરાઈ કરેલ હોવા છતાં ખરાઈનો રિપોર્ટ ક્યાં ગુમ થઈ ગયો? એના માટે જવાબદાર કોણ? અંગે બેન્કને લેખિત રિપોર્ટ આપવા છતાં બેંકના મેનેજરે કોઈ જવાબ આપ્યો નથી. જ્યારે તિજોરી અધિકારીને પણ લેખિત ફરિયાદ આપી હોવા છતાં આજ દિન સુધી પેન્શન જમા થયેલ ન હોય. બંને કચેરીઓની નિષ્ક્રિય કામગીરીને કારણે પેન્શનરોને સહન કરવાનો વારો આવ્યો છે.

જિલ્લા તિજોરી કચેરીના અધિકારી હાલ ઇન્ચાર્જ અધિકારી છે. રેગ્યુલર અધિકારીની બદલી થયા પછી. જિલ્લા તિજોરી કચેરી ખાતે રેગ્યુલર અધિકારીની નિમણૂક થઈ શકી નથી.ઈંચાર્જ અધિકારીથી ગાડુ ચાલે છે. જેને કારણે પેન્શનની કામગીરી અટવાય છે.ત્યારે કચેરીના અધિકારીઓ દ્વારા ત્વરિત કામગીરી ન થતી હોવાને કારણે 10 થી 15 દિવસ સુધી પેન્શરોની કામગીરી અટવાય છે. જેને કારણે પેન્સનરને પહેલી તારીખે પેન્શન ન મળતું હોવાને કારણે લોનના કે અન્ય ચૂકવવાના બિલો ભરવાના હોય કર્મચારી આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તે માટે જવાબદાર કોણ.? આ અંગે જિલ્લા કલેકટર જાતે અંગત રસ લઈને બેંક ઑફ બરોડા તેમજ જિલ્લા તિજોરી અધિકારીને ખરાઈ કરવાના રહી જતા કર્મચારીઓના તાત્કાલિક પેન્શનજમા થાયઅને જવાબદાર સામે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: