Skip to main content

Satya Tv News

YouTube player

અંકલેશ્વર JCI દ્વારા જેસી વીકની ઉજવણી
સ્પર્ધામાં 30 શાળાના બાળકોએ લીધો ભાગ
વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

અંકલેશ્વર JCI દ્વારા જેસી વીકની ઉજવણી અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં 30 શાળાના બાળકોએ ભાગ લીધો હતો.

અંકલેશ્વર જેસીઆઈ દ્વારા તારીખ 9 થી 15 જેસી વિકની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ થઈ રહી છે. આજે સ્વિમિંગ, સ્કેટિંગ, કેરમ અને ચેસ ચાર સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં અંકલેશ્વરની 30 શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓ થકી ભરૂચના બાળકોનું કૌશલ્ય ઝળકે અને તેઓ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ રોશન કરે તેવો હેતુ વ્યક્ત કરાયો હતો.કાર્યકમમાં પ્રોજેકટ ચેરમેન તેજસ પંચાલ, કોર્ડિંનેટર વલકેશ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવેશ મોદી, ચિરાગ ધમેલીયા અને પ્રમુખ સિયમોહન શુકલા સહિતના આયોજનમાં જોડાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: