BJPનો આંતરીક વિખવાદ સામે આવ્યો
BJPની જૂથબંધી પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી
વોકઆઉટ બાદ મીડિયા સામે કર્યો ખુલાસો
મનસુખએ BJPના જ 4 મોટા માથાના નામ આપ્યા
ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક વિખવાદ સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદા જિલ્લાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. જે બાદ સાંસદ મનસુખ વસાવાએ ચૂપી તોડી ભાજપના કેટલાક હોદ્દેદારો સામે રોષ ઠાલવ્યો હતો.
રાજ્યમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં કંઈકને કંઈક ખળભળાટ સામે આવ્યો છે. કોઈ નેતા પાર્ટી છોડીને અન્ય પાર્ટી સાથે જોડાઈ રહ્યાં છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક વિખવાદ સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા અને નર્મદાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. સાંસદ મનસુખ વસાવા વોકઆઉટ કરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા અને પ્રદેશ ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. સાચાબોલાની છાપ ધરાવતા અને સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હોવાની ઘટના કદાચ ઇતિહાસમાં પહેલી વાર બની છે. આ ઘટના પાછળ સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર