Satya Tv News

હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. 9 સપ્ટેમ્બર 2023થી ઓનલાઈન અરજી ચાલી રહી છે. જે 30મી સપ્ટેમ્બર સુધી ચાલશે. એટલે કે ઉમેદવાર 30 મી તારીખ સુધી અરજી કરી શકશે. અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ hindustancopper.com દ્વારા સબમિટ કરવા જણાવાયું છે.કુલ ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો મદદનીશ ફોરમેનની 10 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આસિસ્ટન્ટ ફોરમેનની જગ્યાઓ માટે, ઉમેદવારો પાસે ત્રણ વર્ષનો અનુભવ સાથે ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ અથવા મોટી ભૂગર્ભ ધાતુની ખાણોમાં 6 વર્ષનો અનુભવ સાથે 10મું પાસ હોવું ફરજિયાત છે. વધુમાં માઇનિંગ ગેટ ગ્રેડ 1 ની 16 જગ્યાઓનો સમાવેશ થાય છે. જ્યારે માઇનિંગ ગેટ ગ્રેડ 1 માટે મહત્તમ શૈક્ષણિક લાયકાત 10 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ પ્રથમ ઓનલાઈન અરજી કરી લીધા બાદ 14મી ઓક્ટોબર સુધીમાં ફોર્મની હાર્ડ કોપી પણ મોકલવા જણાવાયું છે આ સમય મર્યાદા બાદ ફોર્મ વેલીડ ગણાશે નહિ!

error: