Satya Tv News

YouTube player

અંકલેશ્વર નોબલ માર્કેટમાં ચોરી થયેલ બાઈકનો મામલો
ચોરી કરનાર બાઈક ચોર વડોદરાથી ઝડપાયો
GIDC પોલીસે બાઇક ચોરની કરી અટકાયત
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલ રીગલ રેસિડેન્સીમાંથી થયેલ બાઇકની ચોરીમાં પોલીસે બાઈક ચોરને વડોદરાથી ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલ રીગલ રેસિડેન્સીમાં રહેતા અબ્દુલ મોઇન રઈશખાને પોતાની બાઈક નંબર-જી.જે.16.ડી.ડી.1669 પોતાના રીગલ રેસિડેન્સી એપાર્ટમેન્ટ સામે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 30 હજારની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વીડિયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: