ભરૂચ નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર
અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધી સ્થળ મુલાકાત
બોરભાઠા, સરફુદીન, ખાલપિયા, ગામોના 1300થી વધુ લોકો નુ સ્થળાતર કરાયુ
500થી વધુ પશુનુ પણ સ્થળાંતર કરાયુ ન
તંત્ર દ્વારા મેડિકલ ટિમ પણ તૈનાત કરવામાં આવી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચ નર્મદા નદી ખાતે ઉપરવાસમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરનું લેવલ 35 ફૂટને પાર થવા પામ્યું હતું. જેને લઇ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય અસરગ્રસ્ત ગામ અને નર્મદાની મુલાકાતે દોડી આવ્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમમાંથી 13 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા નર્મદા સરદાર સરોવર ડેમ 138. 68 ફૂટની સપાટી વટાવી ગયો છે. જેને લઇ ગતરોજથી અંદાજિત 19 લાખ ક્યુસેટ પાણી છોડવામાં આવતા ભરૂચ નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર કરી હતી.
ભરૂચ ખાતે નર્મદા નદીનું જળ સ્તર વધતા ભરૂચ શહેર સહિત અંકલેશ્વર હાંસોટ અને ઝઘડિયા તાલુકાના 20 જેટલા ગામોને રેડ એલર્ટ કરાયા હતા. ભરૂચ નર્મદા ખાતે નર્મદા નદી ભયજનક સપાટી 24 ફૂટની ઉપર 35 ફૂટ વટાવતાં અંકલેશ્વરના બોરભાઠા, સરફુદીન, ખાલપિયા, ગામોના 1300થી વધુ લોકો નુ સ્થળાતર કરાયુ હતુ. સાથે જ 500થી વધુ પશુનુ પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
જેને લઇ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી અને તંત્ર દ્વારા મેડિકલ ટિમ પણ તૈનાત કરવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું.
નર્મદા લેવલની ગંભીરતાને લઇ ભરૂચ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વિડિયો જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર