Satya Tv News

અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે, ખાનપુરમાં ભર બજારમાં છરીના ઘા ઝીંકી સાબિર નામના એક શખ્સને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. સારવાર દરમિયાન આ વ્યક્તિએ દમ તોડ્યો હતો.સરા જાહેર હત્યાના CCTVમાં કેદ થઈ છે. જયાં જોઈ શકાય છે કે આરોપી શાનુંને પોલીસનો ડર ન હોય તેવી રીતે સાબિર પર એક પછી એક છરીના ઘા ઝીંકી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

error: