Satya Tv News

ઉત્તર પ્રદેશના કાનપુરના નૌબસ્તામાં પતિ દ્વારા પત્ની સાથે દગો કરવાનો મામલો સામે આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તેની ચર્ચા થઈ રહી છે. મહિલા તેના પતિના હાથે રંગે હાથે ઝડપાઈ હતી જ્યારે તે તેના જ ઘરના નજીકના માણસ સાથે રુમમાં રંગરેલિયા મનાવતી હતી. 6 વર્ષની દીકરી તેની મમ્મીની આ હરકતો ઘણા સમયથી જોઈ રહી હતી અને એક દિવસ તેણે ભોળાભાવે પિતાને આ બધી વાત કરી દીધી.છોકરીએ તેના પિતાને કહ્યું કે પપ્પા તમે ઘરે ન હોવ ત્યારે એક કાકા ઘરે આવે છે અને મમ્મીને રૂમમાં લઈ જાય છે. એકવાર તેણે મારા ગાલ પર ચુંબન કર્યું અને જો હું તેમના વિશે કોઈને કહીશ તો મને મારી નાખવાની ધમકી આપી.

દીકરીની આવી વાત સાંભળીને પિતાને ખબર પડી ગઈ કે પત્ની બદચલન છે અને તેને રંગે હાથે પકડવાનો પ્લાન કર્યો. ગત બુધવારે તે હોસ્પિટલ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ અધવચ્ચે પાછો આવ્યો હતો અને ત્યાં જઈને જોયું કે પત્ની પ્રોપર્ટી ડીલર સાથે રુમમાં હતી, બન્નેનો અવાજ આવતો હતો. પતિએ ચુપચાપ બહારથી દરવાજો બંધ કરીને તાળું મારી દીધું અને 111 પર ફોન કરીને પોલીસ બોલાવી લીધી. પોલીસે ડોક્ટરની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો અને ચંદૌલી નિવાસી પ્રોપર્ટી ડીલર રાકેશ રોશન ત્યાગીની ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી આપ્યો હતો.મહિલા વ્યવસાયે શિક્ષિકા છે અને બે બાળકોની માતા છે. મોટો દીકરો 15 વર્ષનો છે અને નાની દીકરી છ વર્ષની છે. પતિ ફતેહપુરમાં ડોક્ટર તરીકે પોસ્ટેડ છે. તે ખુબી સુખી સંપ્પન પરિવારની છે.

error: