Satya Tv News

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો
નર્મદા નદીમાં કુલ 2,43,000 ક્યુસેક પાણી છોડાયું
નર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી
નર્મદા ડેમના 15 ગેટ ફરી ખોલાયા
RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ

મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમ માંથી 1,99,080 ક્યુસેક પાણી છોડતા નર્મદા ડેમમાં પાણીની આવક ફરીથી વધવા પામી છે.સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં અચાનક ફરીથી વધારો થતાં તંત્ર હાઈ એલર્ટ થઈ ગયું છે.

નર્મદાડેમની સપાટી વધીને 137.96 મીટરે પહોંચી છે.ડેમમાં ઉપરવાસમાંથી 2,61,042 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 15દરવાજા ખોલવામાં આવ્યા છે.નર્મદા બે કાંઠે વહેવા લાગી છે.આજે બપોરે 1વાગે નર્મદા ડેમ ના 15 ગેટ ફરી ખોલવામાં આવતા ડેમમાં થી 2,43,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે
RBPH અને CHPH ના પાવર હાઉસ ચાલુ કરાતા વીજ ઉત્પાદન શરુ કરી દેવાયું છે.ડેમની વધતી જતી સપાટીને કારણે તંત્ર ફરી એકવાર એલર્ટ થઈ ગયું છે નર્મદા ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: