પાણી ઓસરતા આખેઆખી મૂર્તિઓ બહાર આવી ગઈ
8થી વધુ મૂર્તિઓ ખંડિત અવસ્થા નદીમાં અર્ધ ડૂબેલી અવસ્થા રઝળતી મૂર્તિઓ જોઈએને ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ
રાજપીપલામાં કરજણ નદીમાં ગણેશ વિસર્જન દબદબાભેર તો થયું પણ બીજે દિવસે કરજણ નદીના પાણી ઓસરતા ડૂબેલી મૂર્તિઓ બહાર ડોકાવા લાગી. આજે બીજે દિવસે વધુ પાણી ઓસરતા આખે આખી મૂર્તિઓ બહાર ડોકિયા કરવા લાગી હતી. જેમાં કેટલીક લોખંડના એંગલો સાથે ફીટ કરેલી અર્ધ ડૂબેલી અવસ્થા પાણીમાં ડૂબેલી નજરે પડતી હતી. તો કેટલીક આખી મૂર્તિ પાણીમાં ડૂબ્યા વગર કિનારે રઝળતી નજરે પડતા આ વરવું દ્રશ્ય ભારે દુઃખદ બની ગયું હતું.આજે બીજે દિવસે સાતથી આઠ મૂર્તિઓ બહાર આવી ગયેલી નજરે પડતા જોનારા આ દ્રઢય જોઈને દુઃખી થયાં હતાં.
જોકે આની પાછળ મોટી મૂર્તિઓ અને પીઓપીની મૂર્તિને જવાબદાર કહી શકાય સરકારે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓ પ્રસ્થાપિત નહીં કરવા જણાવ્યું હોવા છતાં નિયમો નેવે મુકાયા અને 10થી 15ફૂટ ઊંચી મૂર્તિઓએ વિસર્જન વખતે ભારે અડચણરૂપ પુરવાર થઈ.પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી મૂર્તિઓની આવી દુર્દશા જોવા મળી. માટીની મૂર્તિ પાણીમાં સહેલાઇથી ઓગળતી હોઈ માટીની મૂર્તિ સ્થાપવા અંગે લોકોમાં જાગૃતિ ન હોવાથી લોકો મોટી લખલૂંટ ખર્ચે મોટી મૂર્તિઓનો આગ્રહ રાખે છે આવી મૂર્તિઓ લાખોના ખર્ચે બનતી હોઈ નાણાંનો પણ ધુમાડો થાય છે અને છેલ્લે મૂર્તિઓની આવી દુર્દશા? આ વિષય નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા