Satya Tv News

સુરતના વરાછા ખાતે રહેતી ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીને instagram, facebook પર એકાઉન્ટ બનાવવુ ભારે પડ્યું છે. વિદ્યાર્થીની instagram, facebook પર અભય નામના યુવકના સંપર્કમાં આવી હતી. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે ચેટિંગ પર વાતચીત ચાલતી હતી. દરમ્યાન યુવકે વિદ્યાર્થીનીને મગદલ્લા રોડ ખાતે મળવા બોલાવી હતી. વિદ્યાર્થીનીને ત્યાં એક મકાનમાં લઈ જઈ તેની સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી અભય બોરડે દુષ્કર્મ આચર્યા બાદ તેના એક મિત્રને પણ ફોન કરીને બોલાવ્યા હતા. અને ત્યારબાદ સંય આહીર નામના યુવકે પણ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેમનો સાથી મિત્ર હિરેન સોલંકીએ કિશોરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 500 રૂપિયા માંગ્યા હતા અને સાથે તેની સાથે સંબંધ બનાવવા દબાણ કર્યું હતું. 

કિશોરી આરોપીઓના ચુંગાલમાંથી છૂટ્યા બાદએ પોતાના ઘેરે મોડી રાતે પહોંચી હતી. જ્યારે માતા પિતાએ ‘એટલી રાત સુધી તું ક્યાં હતી’ તેમ પૂછતાં વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પોતાના માતા પિતાને જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની દીકરી સાથે બનેલ સમગ્ર ઘટના વિશે પોલીસને માહિતગાર કર્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ તાત્કાલિક ગુનો નોંધી આરોપીની શોધ ખોળ હાથ ધરી હતી.

error: