Satya Tv News

YouTube player

શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા એક્ઝિબિશન
મહિલાઓ દ્વારા નવરાત્રી એક્ઝિબિશનનું આયોજન
ફેશન જ્વેલરી,એસેસરીઝનો વિશાળ સમન્વય
તા.૧ ,૨ ઓક્ટોબર સવારે ૯ થી ૮ સુધી ખુલ્લુ મુકાયું

ભરૂચ જિલ્લાના શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા નવરાત્રી નિમિત્તે નવરાત્રી એક્ઝિબિશનતા. ૧ અને ૨ ઓક્ટોબર સવારે ૯ થી સાંજે ૮ કલાક સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ રાજ્યભરમાં ખોડલધામ સમિતિઓ દ્વારા ધાર્મિક તેમજ રાષ્ટ્રીય ઉત્સવો તેમજ કાર્યક્રમો અને એક્ઝિબિશનોના આયોજન થાય છે, ભરૂચ જિલ્લાના શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી નવરાત્રી નિમિત્તે નવરાત્રી એક્ઝિબિશનનું આયોજન થાય છે, જેમાં લેટેસ્ટ ટ્રેન્ડસના ચણિયાચોલી તેમજ ફેશન જ્વેલરી અને એસેસરીઝનો વિશાળ સમન્વય આ એક્ઝિબિશનમાં જોવા મળે છે,ચાલુ વર્ષે પણ શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા સ્વામિનારાયણ મંદિર,સભા હોલ,પોલીસ સ્ટેશન પાછળ જીઆઇડીસી અંકલેશ્વર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રી એક્ઝિબિશનમાં ૩૫ થી વધુ લેટેસ્ટ ટ્રેન્ડસની ચણિયાચોલી,ફેશન જ્વેલરી તથા એસેસરીના સ્ટોલો ભરૂચ અંકલેશ્વર સુરતના વેપારીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. આજરોજ એક્ઝિબિશનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તે પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના અંકલેશ્વરના ટ્રસ્ટી ભરત પટેલ મંગલમ પરિવાર, ટ્રસ્ટી મનસુખ રાદડિયા, પંકજ  ભુવા ટ્રસ્ટી અને સાઉથ ઝોન કન્વીનર, નિતેશ સાવલિયા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર જયશીલ પટેલ, સહ કન્વીનર નિતેશ સાવલિયા,અંકલેશ્વર ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર જાગૃતી  સાવલિયા, ભરૂચ જીલ્લા ખોડલધામ મહિલા સમિતિના સહ કન્વીનર દક્ષા વણપરિયા તથા તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવેન સાવલિયા અંકલેશ્વર શહેર ખોડલધામ સમિતિ કન્વીનર તેમજ અંકલેશ્વર ની અલગ અલગ મહિલા સંચાલિત સંસ્થાઓના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક્ઝિબિશનના પ્રથમ દિવસે જ ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. એક્ઝિબિશનમાં ઉપસ્થિત ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ઝોન કન્વીનર તથા જીલ્લા સહ કન્વીનર દ્વારા મહિલા સમિતિને પ્રોત્સાહન પૂરું પાડી ભવિષ્યમાં પણ આવા આયોજનો ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ થતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: