મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પહેલા ગઈકાલે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.